Surat | સુરત પોલીસની સરાહનીય કામગીરી, યુવતીએ ઝેરી દવા પી લેતાં કોન્સ્ટેબલે ખભે ઉંચકી હોસ્પિટલ લઈ ગયા

surat police saved life of girl who committed suicide

⇒ Surat Policeની વર્દીને લાગ્યો સારો દાગ

⇒ યુવતીએ ઝેરી દવા પીધી બાદ કોન્સ્ટેબલ પોતે ખભા પર ઉચકી હોસ્પિટલ લઈ ગયા

⇒ સમયસર સારવાર મળી જતાં યુવતીનો જીવ બચ્યો

Surat News | સુરતના સારોલી વિસ્તારમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધા બાદ પોલીસકર્મીની સૂઝબૂઝ અને ત્વરિત કાર્યવાહીથી એક જીવ બચી ગયો છે. ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી પોલીસવાન સુધી અને ત્યાર બાદ હોસ્પિટલ પહોંચાડી હતી. ખેતરની જે ઓરડીમાં યુવતીએ ઝેરી દવા પીધી હતી ત્યાં સુધી પોલીસવાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ ન હોવાથી પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી કાદવ ભરેલા ખેતરમાં દોડી પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ લઇ ગયા હતા. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો.

15 એપ્રિલ, બુધવારના રોજ સાંજે 5:03 વાગ્યે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઇમર્જન્સી મેસેજ મળ્યો કે સરોલી વિસ્તારમાં આવેલા પૂજન પ્લાઝા સામે, વિત્રાગ લોન્સ પાસેના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી છે. આ મેસેજ મળતાંની સાથે જ પી.સી.આર. વાન-66ના ઇન્ચાર્જ, અ.હે.કો. અજમલભાઈ વર્દાજી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા.

અજમલભાઈ વર્દાજી ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ખેતરમાં કાદવ-કીચડ હોવાથી કોઈ વાહન પહોંચી શકે તેમ ન હતું. અજમલભાઈએ પગપાળા ખેતરમાં જઈને તપાસ કરી. એક ઝૂંપડીમાં બેભાન અવસ્થામાં યુવતી મળી આવી. તેમણે ઘડી ભર રાહ ના જોતા યુવતીને તુરંત ખભે ઊંચકી લીધી અને કાદવ વચ્ચે પણ તેમણે તેણીના જીવને પ્રાધાન્ય આપી તુરંત કામગીરી કરીને તેણીનો જીવ બચાવવાના પ્રયત્નો કર્યા હતા.

ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં અજમલભાઈએ મહિલા ખભે ઊંચકી કાદવ ભરેલા ખેતરમાં દોડી સીધી પી.સી.આર. વાનમાં બેસાડી શાયોના પ્લાઝા તરફ રવાના થયા હતા. રસ્તામાં એમ્બ્યુલન્સ આવી જતાં તેને ત્યાંથી શિફ્ટ કરીને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી.

હોસ્પિટલ સુધી પહોંચતા સુધી હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ યુવતી સાથે સતત વાતચીત કરતા રહ્યા, જેથી તે બેભાન ન થઈ જાય અને તેનું મોરાલ ડાઉન ન થાય. તેમના માનવતાભર્યા કાર્યએ યુવતીને જીવતી રાખી.


આ પણ વાંચો

Gujarat : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ફરી એકવાર પક્ષ પલ્ટો જોવા મળશે ?


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top