Surat News: NSUI ના કાર્યકર્તા તોડબાજ?સ્ટિંગ ઓપરેશનમાં થયો મોટો પર્દાફાશ

Surat News: સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી તેમના સંચાલકો પાસેથી NSUIના કાર્યકર્તાઓ દ્વારા પૈસાની માગણી કરી હતી.જ્યારે સારોલી પોલીસ (Surat) દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ સહિત પાંચ લોકોની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે.આ બંન્ને પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે.

NSUI ના કાર્યકર્તાઓ 1.5 કરોડની ખંડણી માંગી

સુરતમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજ એનએસયુઆઈના પ્રમુખ ધીરેન્દ્ર સિંહ સોલંકી અને તેમની સાથે પ્રીત ચાવડા, રવિ પૂંછડીયા, મિતેશ હડીયા, તુષાર મકવાણા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીએ સાથે મળીને રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હોવાના સવાલો ઉભા કર્યા હતા.આ કાર્યકર્તાઓએ આ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરી અલગ અલગ વિડીયો ક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.ડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેમજ ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેડ કરી સંસ્થાઓ ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્કશીટ બનાવે છે.

NSUI ના તોડબાજ નેતાઓનો સૌથી મોટો પર્દાફાશ

આ પ્રકારના વિવિધ આક્ષેપો કરી ત્રણેય સંસ્થાઓને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અલગ અલગ પ્રકારની રિલ્સ અને પોસ્ટ વાયરલ કરી સંસ્થા વિરુદ્ધ આ પ્રકારનો પ્રચાર નહીં કરવા માટે અને સંસ્થાના સંચાલકોને ફસાવી 10 વર્ષ સુધીની જેલ કરાવી દઈ ધંધાને તાળા મારવાનો ધમકી આપીને એક કરોડ રૂપિયા સ્ટેલમેન્ટ કરવાની માંગ કરી હતી. ધીરેન્દ્ર સિંહ સોલંકી અને પ્રીત ચાવડાએ આ સંસ્થા પાસેથી દોઢ લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા અને 60 લાખ રૂપિયામાં સમાધાન થશે તેવું જણાવ્યું હતું. આ પછી 60 લાખમાંથી 5 લાખ રૂપિયાની રકમ આપવા માટે સંચાલકોને કહ્યું હતું જો કે સંચાલકોએ આ સમગ્રઘટનાની જાણ સારોલી પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ સારોલી પોલીસ દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, રવિ પૂછડિયા, પ્રીત ચાવડા, મિતેશ હડિયા, તુષાર મકવાણાની પાંચ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અભિષેક ચૌહાણ તેમજ કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે.

 

Scroll to Top