Surat News: સુરતમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.ગોડાદરા વિસ્તારમાં 8 વર્ષની વિદ્યાર્થિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ બાળકી ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.આ બાળકીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકા (smc) ના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ થાય અને શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
સુરતમાં શાળા સંચાલકોની ક્રૂરતા
સુરત મહાનગરપાલિકા (smc) ના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ કહ્યું દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.દીકરીની ફી ભરાઈ ન હતી તેના કારણે તેને બે દિવસ ટોયલેટની બહાર ઉભી રાખવામાં પણ આવતી હતી. ત્યારબાદ દીકરીને પરીક્ષા પણ ન આપવા દીધી.તેમણે માંગ કરી હતી કે આ ગંભીર મુદ્દા પર કાયદેસરની કાર્યવાહી થાય, ઊંડી તપાસ થાય અને શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે પણ વ્યક્તિ આ દીકરીની આત્મહત્યા પાછળ જવાબદાર છે તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે.જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ બાળકને આ રીતે ત્રાસ આપવાનું કોઈ વિચારે પણ નહીં.
આ ઘટનાના પડધા સમગ્ર ગુજરાતમાં પડ્યા
આ ઘટના બાદ સુરત (Surat) માં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા. આ વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.આ વિદ્યાર્થિની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી. આ ઉપરાંત આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનું પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. બાળકીના માતા-પિતા કામઅર્થે બહાર હતા, તે સમયે ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.