Surat Fire | સુરતના વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટ હેપ્પી એક્સલેન્સિયામાં 7માં માળે લાગેલી આગ 3 માળ સુધી ફેલાઈ છે. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડીંગમાં રહે છે. જોકે બિલ્ડીંગ અંદર કોઇ ફસાયેલું છે કે નહી તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.
બનાવની મળતી માહિતી અનુસાર સુરત (Surat)ના વેસુ (Vesu) વિસ્તારમાં આવેલ હેપ્પી એક્સેસએનસીયાના બ્લોક U-1માં 7માં માળે ભીષણ આગ લાગી હતી જેમાં ત્રણ માળ આગની ચપેટમાં આવી ગયા હતા, આગ પ્રસરતા બેથી ત્રણ માળ આગની ચપેટમાં આવતા ઘર બળીને ખાખ થઈ ગયા હતા, ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડીંગમાં રહે છે. ઘટનાની જાણ થતાની સાથે જ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આગ લાગતા ફલેટમાં દોડધામ મચી હતી, આગ કેમ લાગી તેનું કારણ હજી અકબંધ છે, સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વેસુના એક ફલેટમાં ભયંકર આગ લાગી છે, ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા, પાંચ કરતા વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,
રાહતની વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી, બિલ્ડિંગમાં કોઈ ફસાયું નથી જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.