Surat માં કતારગામની 19 વર્ષીય યુવતી અને શિક્ષિકા નેનાના મૃત્યુના મામલે સમગ્ર સુરતમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વિખરાયેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે બુધવારે સાંજે કતારગામ વિસ્તારમાંથી એક વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ.
કેન્ડલ માર્ચ ડભોલી ચાર રસ્તાથી શરૂ થઈ અંકુર ચાર રસ્તા સુધી પહોંચી. માર્ગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માર્ચ દરમિયાન નારાબાજી થવા સાથે યુવતી માટે ન્યાયની માંગ ઉઠી. મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત હજારોની સંખ્યામાં લોકોએ મૌન પાળીને નેનાને શ્રદ્ધાંજલિ અર્પી. આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણી Alpesh Kathiriya, Dharmik Malaviya અને વિજય માંગુકિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમણે આ મામલે તાત્કાલિક અને ન્યાયપૂર્ણ તપાસની માગ ઉઠાવી.
આ પણ વાંચો – Sabar Dairy: જીગ્નેશ મેવાણીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
સાથે જ રાજકીય આગેવાનો પણ આંદોલન સાથે જોડાયા હતા. કોંગ્રેસના નેતા Pratap Dudhat અને આપના વિસાવદરના ધારાસભ્ય Gopal Italia એ પણ કેન્ડલ માર્ચમાં હાજરી આપી અને નેનાને ન્યાય મળે તે માટે સરકારને ત્વરિત પગલાં લેવા અપીલ કરી.
શહેરીજનો તરફથી ન્યાયની માંગ
માર્ચમાં ઉપસ્થિત રહી લોકો નેનાના પરિવાર સાથે એકજૂટતા દર્શાવતા જોાયા. ઘણા લોકોએ પોસ્ટરો અને મોમબત્તીઓ સાથે “Justice for Nena” ના સૂત્રો ઉચ્ચાર્યા. માર્ચના અંતે મૌન પ્રાર્થના કરવામાં આવી.
પ્રશાસન સામે સવાલો
મળતી માહિતી પ્રમાણે, નેનાની મૃત્યુપ્રકરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી. જોકે, વિરોધપ્રદર્શનના દબાણ વચ્ચે સ્થાનિક પોલીસ અને પ્રશાસન પર તપાસને લઈને સવાલો ઊઠી રહ્યાં છે. શહેરના નાગરિકો અને સમાજના આગેવાનોનો સાફ સંદેશ છે — “મૌન નહી, ન્યાય જોઈએ.”