સુરતનો હીરા ઉદ્યોગ, જે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે, હાલ મંદીના મારને કારણે કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદી આવતા અનેક રત્નકલાકારો બેકાર બન્યા છે. આ કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ સતત કફોડી બનતી જઈ રહી છે.
મંદીના કારણે કેટલાક રત્નકલાકારોની નોકરી ખોવાઈ ગઈ છે, જ્યારે અન્ય રત્નકલાકારોના પગારમાં કપાત કરવામાં આવી છે. અનેક જગ્યાએ રત્નકલાકારોને વેકેશન પર મોકલી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આ સ્થિતિને પગલે અનેક રત્નકલાકારોએ હીરા ઉદ્યોગ છોડીને નાના-મોટા વેપાર શરુ કર્યા છે. આ પરિવર્તન તેમણે જીવન જરૂરિયાતો પૂરી કરવા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવું પડી રહ્યું છે.