Surat ના ઉદ્યોગપતિ પિયૂષ દેસાઈએ સમાજ પ્રત્યેની જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘હિરાબાનો ખમકાર’ નામના સામાજિક કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતો અને દીકરીઓ માટે એક મહત્વપૂર્ણ સહાય યોજનાની જાહેરાત કરી છે. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિએ જણાવ્યું કે 7500 ખેડૂતોને પ્રતિ ખેડૂત રૂ. 7,500ની સહાય આપવામાં આવશે. આ સહાય દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને ખેતીમાં નવી તકનીકો અપનાવવામાં સહકાર મળશે.
તે ઉપરાંત, Surat ની 1102 દીકરીઓને શિક્ષણ માટે રૂ. 7,500ની સહાય આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. આ પહેલનો હેતુ છે કે દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને આર્થિક સંજોગો તેમના શિક્ષણમાં અવરોધ ન બને. ઉદ્યોગપતિ પિયૂષ દેસાઈએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, “ખેડૂત જ દેશનો સાચો આધારસ્તંભ છે અને દીકરી શિક્ષણ સમાજનો ઉજ્જવળ ભવિષ્ય છે. બંનેને સહાય આપવી એ માનવતાનું ખરું રૂપ છે.” ‘હિરાબાનો ખમકાર’ કાર્યક્રમ હેઠળ આવનારા એક વર્ષ સુધી આ સહાય સતત આપવામાં આવશે, જેમાં વધુ ખેડૂતો અને દીકરીઓને લાભ આપવામાં આવશે.
આ પણ વાંચો – Haryana Terror Plot: હથિયારો સાથે ઝડપાયા આતંકીઓ



