Surat માં ગત 7 જૂનના રોજ Model Anjali Varmora ના આત્મહત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અઠવાલાઇન્સ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંજલી ચિંતન ને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ ચિંતન અંજલીને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. સાથે જાતિનો ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો હતો. જેને લઇ ડિપ્રેશનમાં આવી અંજલી એ આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો – Unjha: આચાર્યે વ્યાજખોરોના ત્રાસથી પીધી ઝેરી દવા
Surat ની મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ અંજલિએ તેના મંગેતર ચિંતનને કર્યા હતા.જેમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી.જે આધારે પોલીસે અંજલીના મંગેતર ચિંતનને પૂછપરછ માટે અને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. તેને જવાબમાં પણ પૂર્તિ અને યોગ્ય માહિતી પોલીસને આપી ન હતી.
જોકે ત્યારબાદ પોલીસે અંજલીના પરિવારના એક પછી એક નિવેદન લીધા બાદ જાતિના ભેદભાવને લઈ લગ્ન ટાળવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે પોલીસે અંજલીના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાના ગુનો ચિંતન સામે પોલીસે નોંધ્યો છે. ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ સુરતની SCST સેલ કરી રહી છે. ચિંતન અગ્રાવત સામે વધુ તપાસ શરૂ કરી છે.