ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈના કોઈ મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા તા તમે જોવા મળતા હોય છે. એ પછી આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત હોય અને અત્યારે ખૂબ ચર્ચામાં રહેલો વિષય એ મનરેગા કૌભાંડની વાત હોય કે પછી બીજા અન્ય મુદ્દાઓ હોય ચૈતર વસાવા હંમેશા તમને લડત આપતા રસ્તા ઉપર જોવા મળતા હોય છે. પણ થોડા દિવસ પહેલા ATVT ની એક બેઠક હતી. અને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. બોલાચાલી બાદ એ મારામારી સુધી મામલો પહોંચ્યો હોય તેવી પણ ક્યાંક વાત સામે આવી બાદમાં ચૈતર વસાવા પોલીસ સ્ટેશને જાય છે. હવે Surat માં પણ AAP ના કાર્યકર્તાઓ અને નેતાઓ રસ્તા પર ઉતર્યા છે.
આ પણ વાંચો – Yagnesh Dave: ચૈતર વસાવા મામલે ચેલેન્જ કરતા શું કહ્યું?