Surat: સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 13 વર્ષના સ્ટુડન્ટને ભગાડી ગયાની ઘટનીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરને ભગાડી જનાર શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. ત્યાર બાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકા સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાયા હતા.
સીસીટીવીમાં ભાંડો ફૂટ્યો
28મી એપ્રિલના રોજ સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો બપોરે બહાર રમવા ગયો હતો. જે બાદ તે પરત આવ્યો નથી. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતો, તેના બાદથી ઘરે આવ્યો નથી. તેનું અપહરણ કરાયા હોવાની શંકા છે. ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. 23 વર્ષીય શિક્ષિકા વિદ્યાર્થીને શાળા અને ટ્યૂશનમાં ભણાવતી હતી.
DNA ટેસ્ટ કરવામાં આવશે
આ કેસમાં હવે બંનેના તબીબી પરીક્ષણ દરમિયાન નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે. શિક્ષિકાએ આ ગર્ભ 13 વર્ષના વિદ્યાર્થીનો હોવાનો દાવો કર્યો છે. આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પિતા કોણ છે એ જાણવા માટે પોલીસ DNA ટેસ્ટ કરાવશે. હાલ તો પોલીસે શિક્ષિકાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
એક વર્ષથી માણતાં હતાં એકાંત
શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાધ્યા હતા.
આ પણ વાંચોઃ Surat: 11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી 23 વર્ષની શિક્ષિકા મળી આવી… પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો