Supreme Court: EVMના વેરિફિકેશન અંગે નીતિ બનાવવાની માગણી કરતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે ઈવીએમની મેમરી/માઈક્રો કંટ્રોલરની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચને સૂચનાઓ આપવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચૂંટણી પંચને કહ્યું છે કે હાલમાં EVMમાંથી કોઈ ડેટા ડિલીટ કે રિલોડ ન કરવો જોઈએ.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અનુસાર હોવી જોઈએ
એસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સની અરજી પર CJI સંજીવ ખન્નાએ પૂછ્યું, આ શેના માટે છે? તેના પર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે,અમે ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર ECI જે પ્રક્રિયા અપનાવે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અનુસાર હોવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે કોઈ એક વ્યક્તિ ઈવીએમના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે. જેથી જાણી શકાય કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ પ્રકારની ચેડાં કરવામાં આવ્યા છે કે નહીં.
તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે
26 માર્ચ 2024 ના રોજ આપવામાં આવેલા આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું હતું કે બીજા અથવા ત્રીજા ક્રમના ઉમેદવાર પરિણામ જાહેર થયાના એક અઠવાડિયાની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે. એન્જિનિયરોની ટીમ કોઈપણ 5 માઇક્રો કંટ્રોલરની બર્ન મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો ગેરરીતિ સાબિત થશે તો ઉમેદવારને પૈસા પાછા મળશે.