પાકિસ્તાનમાં ખાંડમાં ‘મોંઘવારી’, 180 રૂપિયા સુધી પહોંચ્યો 1 કીલો ગ્રામ ખાંડનો ભાવ

પાકિસ્તાનમાં ખાંડમાં 'મોંઘવારી', 180 રૂપિયા સુધી પહોંચ્યો 1 કીલો ગ્રામ ખાંડનો ભાવ

પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને લઈને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશક દારે ચેતવણી પણ આપી હતી. પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ખાંડના ભાવ કિલોએ વધીને 180 રૂપિયા થઇ ગયા હતા. જો કે તેનું મૂળ કારણ રમઝાન દરમિયાન થતા ખાંડના વધુ ઉપાડનું હતું. જો કે બાદમાં સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવતા ખાંડના ભાવ ઘટીને 150 રૂપિયા થઇ ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ તે વધીને પાછા 170 સુધી પહોંચી ગયા છે.

પાકિસ્તાની જાણકારોના જણાવ્યા અનુસાર આ ખાંડના ભાવ 160 થી નીચે જવાની કોઈ સંભાવના જોવા મળી નથી. જે પાકિસ્તાનની સરકાર ખાદ્ય પદાર્થોનો ભાવ અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આ મામલે કરાચી જથ્થાબંધ કરિયાણા વેપારી મંડળના પ્રમુખ રાઉફ ઇબ્રાહીમે સરકારનો પક્ષ લેતા જણાવ્યું હતું કે કે રમઝાનને લીધે ખાંડની માગ વધી જતાં આ ભાવ વધારો થયો છે.

વડાપ્રધાન શરીફે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા દરમિયાન ખાંડના વધતા ભાવ અંગે ચિંતા વ્યકત કરી અને અધિકારીઓને બજારમાં વિક્ષેપ પેદા કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. જેમાં ખાંડના સંગ્રહખોરો અને બજારમાં હેરાફેરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં ખાંડના કિલો દીઠ ભાવ 150 રૂપિયા થઇ ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ તે વધીને પાછા 170 સુધી પહોંચી ગયા છે.

Scroll to Top