Manmohan Singh Death: ભાજપ (BJP) ના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) ના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર દેશના આર્થિક વિકાસનો પાયો નાખનાર વ્યક્તિઓને યોગ્ય સન્માન આપવા માટે તમામ કર્ય કરશું. કેબિનેટે ગઈકાલે તેની બેઠકમાં નિર્ણય લીધો હતો કે મનમોહન સિંહ (Manmohan Singh) ની યાદમાં એક સ્મારક અને સમાધિ બનાવવામાં આવશે. આ પ્રક્રિયામાં થોડોક સમય લાગી શકે છે. તથા કોંગ્રેસ પાર્ટીને પણ જાણકારી આપવામાં આવશે.
કોંગ્રેસ તેમના સન્માનની રાજનીતિ કરી રહી છે
કેબિનેટ બાદ તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ અંગે માહિતી આપી હતી. સરકારે સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે. હવે જમીન સંપાદન ટ્રસ્ટ અને જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈપણ સમયે આ કામગીરી કરવામાં આવશે.પરંતુ ખૂબ જ દુ:ખની વાત છે કે જે કોંગ્રેસ પાર્ટીએ ડો. મનમોહન સિંહ (Manmohan Singh) નું તેમના જીવનકાળ દરમિયાન ક્યારેય સન્માન કર્યું ન હતું. કોંગ્રેસ તેમના મૃત્યુ પછી પણ તેમના સન્માનની રાજનીતિ કરી રહી છે.
સરકારે પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને સન્માન આપ્યું
ડો. મનમોહન સિંહ ગાંધી નેહરુ પરિવારના નજીકના વડાપ્રધાન હતા. જેમણે 10 વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.હું (સુધાંશુ ત્રિવેદી) યાદ અપાવવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીએ નેહરૂ ગાંધી પરિવારની બહાર કોઈ પણ વડાપ્રધાનને સન્માન આપ્યું નથી.આ દુ:ખની ઘડીમાં રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને તમામ નેતાઓને સન્માન આપ્યું છે. ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) સાથે કોંગ્રેસે કેવા પ્રકારનો વ્યવહાર કર્યો તે સમગ્ર દેશ જાણે છે.
અંતિમ સંસ્કાર દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળો પર કરવામાં આવી. ઉદાહરણ તરીકે, જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં થયા હતા. જો કે, અંતિમ સંસ્કારની પદ્ધતિ મૃત વ્યક્તિ અને તેના પરિવારની ધાર્મિક માન્યતાઓ અનુસાર છે. પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે દિલ્હીમાં થાય છે. કેટલીકવાર અંતિમ સંસ્કાર ગૃહ રાજ્યમાં પણ થઈ શકે છે.