Champions Trophy 2025: ભારત સામે હાર બાદ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે લીધી નિવૃત્તિ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે (steve smith) વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે સ્મિથ (steve smith) ની કેપ્ટનશીપ હેઠળ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આ મેચ પછી સ્મિથે (steve smith) વન-ડે માંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ટીમ ઈન્ડિયા સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી હતી.

નિવૃત્તિ બાદ સ્મિથે શું કહ્યું….

સ્મિથે (steve smith) નિવૃત્તિ બાદ કહ્યું, મારા માટે દરેક ક્ષણ મહત્વપૂર્ણ રહી છે.આ એક અદ્ભુત પ્રવાસ હતો. મેં મારી કારકિર્દી દરમિયાન ઘણી સારી યાદો ભેગી કરી છે. બે વર્લ્ડ કપ જીતવો એ મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અનુભવ હતો. હવે અન્ય ખેલાડીઓ માટે ODI વર્લ્ડ કપ 2027ની તૈયારી કરવાની સારી તક છે.

સ્ટીવ સ્મિથનું વનડે કરીયર

સ્મિથે (steve smith) પોતાની કારકિર્દી દરમિયાન ટીમ ઈન્ડિયા સામે 30 વનડે મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 1383 રન કર્યા હતા. સ્મિથે (steve smith) ટીમ ઈન્ડિયા સામે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. સ્મિથે (steve smith) ભારત સામે સૌથી વધુ વનડે રન બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ સામે 40 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 1245 રન બનાવ્યા છે. સ્મિથે (steve smith) ઇંગ્લેન્ડ સામે એક સદી અને 6 અડધી સદી ફટકારી છે.

Scroll to Top