Demolition: ગેરકાયદે દબાણ પર રાજ્ય સરકરનો સપાટો, દ્વારકામાં 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Demolition: સમગ્ર દેશમાં ગુજરાત સૌથી મોટો દરિયાઈ વિસ્તાર ધરાવે છે. જેના કારણે પાડોશી દેશ ડ્રગ્સ, હથિયાર અને ફેક કરન્સી સહિતની અનેક દેશ વિરોધી પ્રવૃતિઓ કરવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હયો છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટાપુઓ સહિતના સ્થળોએ ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવેલા દબાણો (Demolition) ને દૂર કરવાની સઘન ઝુંબેશ વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે અત્યારસુધીમાં 86 હજારથી વધુ ચો.મી ક્ષેત્રફળમાંથી દબાણો દૂર કરી 50 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાઈ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેગા ડિમોલિશન અભિયાન

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કોસ્ટ એરિયાની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગેરકાયદે દબાણો (Demolition) જે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. એ તમામને દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ બન્ને જિલ્લાના દેશની સામરિક સુરક્ષા માટે અને દેશની આંતરિક સુરક્ષા માટે ખુબજ સંવેદનશિલ છે

દેવભૂમિ દ્વારકામાં 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ

સમગ્ર ઘટનાને લઈ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે કહ્યું રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કોસ્ટ એરિયાની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગેરકાયદે દબાણો (Demolition) જે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.અગામી સયમાં હજૂ પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનું કામગીરી ચાલુ રહેશે.આ વિસ્તારમાં કૂલ 51 અલગ અલગ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ્સ છે. તથા 35 જેટલા ટાપુઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલા છે.ટાપુઓ દેશની સુરક્ષાની દૃષ્ટિએ સૌથી વધુ અગત્યની હોય છે. દુશ્મન દેશને આ ટાપુઓ સામરિક અને આંતરીક દૃષ્ટિના કારણે મહત્વી વધુ જાય છે.દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે અત્યારસુધીમાં 50 કરોડથી વધુની જમીનો ખાલી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષાના ધોરણે ખૂબજ સંવેદનશીલ વિસ્તાર

ગેરકાયદેસર ધાર્મિક દબાણો હતા તે પોલીસ વહિવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન (Demolition) ડ્રાઈવ બેટ દ્વારકામાં ચાલુ છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો રાષ્ટ્રીય સુરક્ષાના ધોરણે ખૂબજ સંવેદનશીલ છે. સમુદ્રી જીવન દૃષ્ટિ માટે લોકોની સુરક્ષા માટે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્ર્ગ્સની હેરાફેરી, લેન્ડિંગ, હથિયારોની અવર-જવર, દુશ્મન દેશની, તેમજ ફેક કરન્સીની અવર-જવર મોટા પ્રમાણમાં દબાણ દૂર કર્યા હતા.

Scroll to Top