Sports : સૌથી લાંબી સિક્સનો 19મી સદીનો રેકોર્ડ હજુ સુધી નથી તૂટ્યો ?

Sports : હાલમાં ક્રિકેટની રમતમાં સૌથી ચર્ચિત લિંગ ઇન્ડિયન પ્રીમિઅર લિંગ (IPL) બની છે. આ લિંગમાં અલગ અલગ દેશના અનેક ખેલાડીઓની કરોડો રૂપિયામાં બોલી લાગે છે. અને ભારતમાં IPL ની ફ્રેન્ચાઇઝી દ્વારા તેમને કરોડો રૂપિયામાં ઓક્શન દરમિયાન ખરીદે પણ છે. IPL 2025ની શરૂઆતમાં જ 250 રન કરતા વધારે રન અનેક ટિમો અત્યાર સુધી ખડકી ચુક્યા છે અને તેમાં પણ અનેક ખેલાડીઓ લાંબી લાંબી સિક્સ પણ મારી ચુક્યા છે.

ક્રિકેટની દુનિયામાં 19મી સદી 164 મીટરની સિક્સ મારી હતી

આલ્બર્ટ ટ્રોટ 19મી સદીના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક હતા. તે ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા (Australia) બંને માટે ક્રિકેટ રમ્યો છે. ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર આલ્બર્ટના નામે છે. તેણે 164 મીટરની સિક્સ મારવાની સિદ્ધિ મેળવી છે. 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટના નામથી બોલરો ડરતા હતા. એટલું જ નહીં બોલિંગમાં પણ તે બેટ્સમેનો માટે ઘાતક સાબિત થયો છે. પાકિસ્તાનના પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી ખતરનાક અને વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.

યુવરાજસિંહ 6 બોલમાં 6 સિકસો ફટકારી હતી

શાહિદ આફ્રિદી (Shahid Afridi) એ વર્ષ 2013માં સાઉથ આફ્રિકા (South Africa) સામે 158 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. સૌથી લાંબી સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં બે ભારતીયો (Indian) પણ સામેલ છે, જેમાં યુવરાજસિંહ (Yuvarajsinh) અને મહેન્દ્રસિંહ ધોની (MahendraSinh Dhoni) નું નામ છે. યુવરાજસિંહે 119 મીટરની સિક્સ ફટકારી છે. યુવીના નામે ટી-20માં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ સામેલ છે. જ્યારે એમએસ ધોનીએ 112 મીટરની સિક્સ ફટકારી છે. વર્ષ 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતના યુવરાજસિંહે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 70 રનની ઇનિંગ દરમિયાન બ્રેટ લીના બોલ પર 119 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.

Scroll to Top