Somnath Sea: સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન,વિજેતાને લાખનું ઈનામ

Beach Sports Festival: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્ધારા સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ (Beach Sports Festival) 2025નું આયોજન તા.18 માર્ચ થી 21 માર્ચ 2025 દરમ્યાન કરવામાં આવશે એમ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ (Beach Sports Festival) માં ઓપેન એજ ગ્રુપમાં યોજવામાં આવશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ રમતમાં ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં વિજેતા ટીમને અનુક્રમે રૂ.3,00,000, રૂ.2,00,000 અને રૂ.1,00,000 ના રોકડ પૂરસ્કાર આપવામાં આવશે. આ સ્પોર્ટ્સ ફેસ્ટીવલની વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 274 6151નો સંપર્ક કરવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જાહેરાત કરી છે.

3 લાખ રોકડ પૂરસ્કાર આપવામાં આવશે

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ (Beach Sports Festival) માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન માટે https://sportsauthority.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી વિગતવાર માહિતી ભરીને પોતાના જિલ્લાની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે તા.05 માર્ચ થી તા.07 માર્ચ 2025 સુધી કચેરી સમય દરમ્યાન ફોર્મ જમા કરવાનું રહેશે.

 

Scroll to Top