somnath mandir: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. જામનગરના વનતારાની મુલાકાત બાદ તેઓ સીધા સોમનાથ (somnath mandir) પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી.સોમનાથ (somnath mandir) પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી થોડી મિનિટો માટે સર્કિટ હાઉસ ગયા અને ત્યારબાદ તેઓ સીધા જ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત
મંદિર (somnath mandir) પરિસરમાં પ્રવેશ્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, મંદિરના વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે સંસ્કૃત યુનિવર્સિટી પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
આવતી કાલે સાસણગીરની મુલાકાતે
આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગુજરાતમાં જૂનાગઢ ખાતે સાસણગીરની મુલાકાત લેશે.
ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં સિંહોની વસ્તી
ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે.