#JusticeForAmitKhunt : પાટીદારોએ Amit Khunt કેસમાં ન્યાય માટે સોશિયલ મીડિયામાં શરૂ કર્યું અભિયાન

social media campaign for justice in Amit Khunt Case

Amit Khunt Case: રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મ કેસની તપાસમાં કેસમાં હનીટ્રેપનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ ગોંડલ તાલુકા પોલીસે રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિત, ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતર, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલ યુવતિ પૂજા રાજગોરને 7 દિવસની રિમાન્ડની માંગ સાથે ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ગોંડલ કોર્ટ દ્વારા પૂજા રાજગોરના 2 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.

અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ હનીટ્રેપનો ખુલાસો થયા બાદ સોશિયલ મીડિયામાં #JusticeForAmitKhunt અભિયાન શરૂ થયું છે. ગોંડલના પાટિદારોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ કરી છે જેમાં લખ્યું છે હું અમિત ખૂંટના પરિવાર સાથે છું. આ સાથે પોસ્ટમાં ગોંડલની પ્રજા ખાનદાની, ખુમારી, ખમીરાત વાળી છે રહી આડકતરી રીતે રિબડા જૂથને ચૂંટિયો ભરવાનો પ્રસાય કર્યો હતો.

શું લખ્યું છે પોસ્ટમાં

‘હું અમિત ખૂંટના પરિવાર સાથે છું.’

ગોંડલની પ્રજા બાયલી નથી…
ખાનદાની, ખુમારી, ખમીરાત વાળી છે.
ગોંડલની પ્રજા હંમેશા સત્યા સાથે છે.
રીબડા ગામના પાટીદારો સમાજ લડવૈયા યુવાન
સ્વ શ્રી અમિતભાઇ ખૂંટને
ખોટી રીતે હનીટ્રેપમાં ફસાવીને આત્મહત્યા
કરવા મજબૂર કરનાર લોકો બાયલાને નમાલા કહેવાય
#JusticeForAmitKhunt

શું છે સમગ્ર ઘટના
રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલા (Savarkundala) ની મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખુંટ સામે રાજકોટ (Rajkot) ના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 3જી મે, શનિવારે દુષ્કર્મ (Rape) ની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો (Pocso) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખુંટની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની તપાસ વચ્ચે વચ્ચે અમિત ખુંટે ગઇ તા. 5ના રોજ રીબડા ગામમાં આવેલી પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

અમિતે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja), તેના પુત્ર રાજદીપસિંહ (Rajdeepsinh Jadeja), દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરે પોતાને ખોટા કેસમાં ફસાવતા બદનામી થવાથી આત્મહત્યા કર્યાનું લખ્યું હતું. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય આરોપીઓ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોર (Pooja Rajgor)ની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો કે પૂજાનો રાજકોટમાં એક મિત્ર રહે છે, જેણે પૂજા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને કહ્યું હતું કે અમિત સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂધ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેને મોટી રકમ મળશે. અમિત ખુંટ વિરૂધ્ધ ફરિયાદ કરતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે.

દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરને પૈસાની જરૂરિયાત હોવાથી સહમત થઇ ગઇ હતી. કાવતરા મુજબ અમિત ખુંટ સાથે મિત્રતા કેળવી, આખરે તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. મેડીકલમાં દુષ્કર્મ કર્યાનું સાબિત થાય તે માટે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ ચોંકાવનારા ઘટસ્ફોટના અંતે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની બહેનપણી પૂજા જેન્તીભાઈ ગોર અને બંને એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતરની વિધિવત ધરપકડ કરી હતી.

આ કેસમાં રીબડા (Ribda)ના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજાને આ કામ સોંપનાર વચેટિયો પકડાયા પછી તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવવાનું કાવતરૂ રચ્યું હતું તે અંગે ખુલાસો થશે. હાલ આ વચેટિયાની શોધખોળ જારી રાખવામાં આવી છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top