Singapore : આ રાજકીય વાત જાણવી ખુબ જરૂરી, એક જ પાર્ટી છેલ્લા 60 વર્ષથી કરી રહી છે શાસન

Singapore : જયારે પણ કોઈ દેશમાં ચૂંટણી યોજાય એટલે તેની અશપાસના દેશોની નજર ત્યાંના ચૂંટણીના પરિણામો પર હોય છે. કેમકે કઈ રાજકીય પાર્ટી જીતીને આવે અને કઈ પાર્ટી હારે છે તેના પર આવનારા 5 વર્ષીય બંને દેશો વચ્ચે ના સંબંધોને મહત્વ અપાતું હોય છે. પરંતુ 195 દેશોમાં એક દેશ એવો પણ છે કે જ્યાં વર્ષ 1965થી એક જ રાજકીય પાર્ટીનું એક હથ્થુ શાશન છે જે આજે પણ યથાવત છે.

વર્ષ 2019ના એક અહેવાલ મુજબ પૃથ્વી પરના 195 દેશોમાં માત્ર 56 દેશોમાં લોકશાહી છે. અને જેમાં ભારત, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇઝરાયલ, ઇગ્લેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવા મહત્વના દેશોનો સમાવેશ થાય છે. ૭ અબજ વસ્તી ધરાવતી દુનિયાનો દર  દર ત્રીજે વ્યકિત તાનાશાહી શાસન હેઠળ દબાયેલો છે. જેમાં અડધા કરતા પણ વધુ ચીનના નાગરીકો છે. વિશ્વના જે દેશોમાં નિરંકૂશ તાનાશાહી ચાલે છે તેમાં ચીન ઉપરાંત સાઉદી અરબ, ઇરાન, કુવૈત, સીરિયા, ઓમાન, કતર, યુએઇ, બેલારુસ, અઝરબૈઝાન, કયૂબા, વિયેટનામ અને તૂર્કમેનિસ્તાનનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામની વચ્ચે 56 દેશોમાં એક દેશ એવો પણ છે કે જ્યાં તાજેતરમાં જ ચૂંટણી થઇ હતી અને જેમાં વર્ષ 1965થી જીતતી આવતી પોલિટિકલ પાર્ટી પીપલ્સ એક્શન પાર્ટીએ ફરી વખત જીત મેળવી છે. કેમ સિંગાપોરમાં આ પ્રકારે એક હથ્થુ શાશન છે તે પણ એક સવાલ થાય.

Scroll to Top