Shubman Gill: શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ વનડેમાં સદીથી ચુકી ગયા બાદ હવે તેણે ત્રીજી વનડેમાં આ સિદ્ધિ મેળવી છે. અમદાવાદમાં ગિલે (Shubman Gill) શાનદાર બેટિંગ કરી હતી અને 95 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની 7મી સદી છે. તમને જણાવી દઈએ કે આ ફોર્મેટમાં તેણે 507 દિવસ બાદ સદી ફટકારી છે. છેલ્લે તેણે 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.
વિરોટ કોહલીનો રેકોર્ડ બનાવ્યો
શુભમન ગિલ (Shubman Gill) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. આ ઉપરાંત તે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 7 સદી ફટકારનાર ભારતીય પણ બન્યો હતો. શુભમને માત્ર 50 ODI ઇનિંગ્સમાં 7 સદી ફટકારી છે.આ ઉપરાંત 50મી વનડે ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ છે.શુભમન ગીલે (Shubman Gill) પોતાની સદી દરમિયાન સૌથી ઝડપી 2500 ODI રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ગિલે માત્ર 50 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. હાશિમ અમલાને 2500 રન બનાવવા માટે 51 ઇનિંગ્સ લાગી હતી. ગિલ 50 ODI ઇનિંગ્સ બાદ સૌથી વધુ 2587 રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
શુભમન ગિલની શાનદાર સદી
શુભમન ગિલ (Shubman Gill) જ્યારે અમદાવાદના મેદાન પર ઉતર્યો ત્યારે તે આત્મવિશ્વાસથી રમી રહ્યો હતો. છેલ્લી બે વનડેમાં તેની શાનદાર ઇનિંગ્સ હતી.તેને નાગપુર અને કટકમાં ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા હતા અને હવે અમદાવાદમાં તેણે સદી ફટકરી હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત બે બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ગીલે વિરાટ સાથે મળીને ઝડપી બેટિંગ કરી હતી.ગિલે ઝડપી બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું હતું.