ભારતીય ટીમે પર્થ ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા સામે બીજા અને સૌથી મોટી પડકાર જનક ડે-નાઈટ ટેસ્ટ રમવાની છે. બીજી મેચ એડિલેડમાં રમાવાની છે. જ્યા ગુલાબી બોલથી ટેસ્ટ રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીને પીંક બોલથી રમવામાં અનુભવ ઓછો છે તેથી આ મેચ ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહી છે. આ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર XI સામે બે દિવસીય ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ રમશે
પિંક બોલ ટેસ્ટ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર XI સામે બે દિવસીય ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ રમશે. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે યોજાનારી આ મેચ માટે ખેલાડીઓ કેનબેરા પહોંચી ગયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે નંબર 3 પર રમી રહેલો શુભમન ગિલ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. અંગૂઠામાં ઈજાના કારણે તેને પર્થ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગીલ હવે ઈજાથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. તેના અંગુઠા પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે.
શુભમન ગિલે નેટ પ્રેક્ટિસ ચાલુ કરી
શુભમન ગિલ ભારતીય ટીમના નેટ સેશન દરમિયાન બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે ડે-નાઈટ પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે કે નહીં તે અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી. ભારતીય ટીમ 29 નવેમ્બરે કેનબેરામાં પ્રેક્ટિસ કરશે. આ પછી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે બે દિવસીય મેચ રમ્યા પછી 2 ડિસેમ્બરે એડિલેડ માટે રવાના થશે.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ 5 મેંચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેંચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી માત આપી હતી. આ મેંચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતીય ટીમે હરીફ ટીમને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 238 રન કરી હતી. ભારતીય ટીમ આ મેંચમાં ટોંચ જીતીને બેંટીગ પંસદ કરી હતી. પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ 150 રન બનાવ્યા હતા.તેના જવાબમાં હોમ ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 46 રનની લીડ લીધી હતી. જ્યારે ભારતે બીજા દાવમાં 487 રન પર ડિકલેર કરી ઓસ્ટ્રેલિયાની ટીમને 533 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.