champions trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે દુબઈમાં મેચ રમાશે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ઓપનર શુભમન ગિલ બીમાર પડી ગયો છે.ગીલે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. રિષભ પંત ગિલ પહેલા બીમાર પડી ગયો હતો. જોકે હવે તે મેદાનમાં પરત ફર્યો છે.
ગીલ બહાર હોવાના રિપોર્ટ
ટીમ ઈન્ડિયા હાલ દુબઈમાં છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા દરરોજ પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ ગિલ બુધવારે પ્રેક્ટિસ માટે મેદાન પર પહોંચ્યો ન હતો. મળતી માહિતી અનૂસાર ગિલ બીમાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ બાબતે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં હજુ ત્રણ દિવસ બાકી છે. જો શુભમન ગિલ મેચ પહેલા ફિટ રહેશે તો તે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે.જો તબિયત સારી ન થાઈ તો ટીમ ઈન્ડિયા તેને બ્રેક આપી શકે છે. શુભમને બાંગ્લાદેશ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું
શુભમને બાંગ્લાદેશ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું
ગ્રુપ A ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ન્યુઝીલેન્ડ ટોપ પર છે. જ્યારે ભારત બીજા સ્થાને છે. આ બંને ટીમો સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમે છે. આ બંને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ગ્રુપ બીની વાત કરીએ તો સાઉથ આફ્રિકા નંબર વન પર છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને છે. આ ગ્રુપની કોઈ ટીમ હજુ સુધી સેમિફાઈનલમાં પહોંચી નથી. ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.