Shubman Gill: ભારતીય બેટ્સમેન શુભમન ગિલને ફેબ્રુઆરી માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઓવોર્ડ સાથે શુભમન ગીલે (Shubman Gill) ત્રીજી વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. આ મામલે શુભમન ગિલે (Shubman Gill) જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી, જસપ્રીત બુમરાહ સૌથી વધુ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ભારતીય ક્રિકેટર હતો.તેણે બે વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે.જ્યારે હવે શુભમન ગિલે (Shubman Gill) જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે.
શુભમન ગિલે જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો
ફેબ્રુઆરી મહિનામાં શુભમન ગીલે (Shubman Gill) ODI ફોર્મેટમાં 101.50ની એવરેજથી 406 રન બનાવ્યા હતા. આ ઓવોર્ડ માટે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને ફેબ્રુઆરી માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો.ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શુભમન ગિલ (Shubman Gill) નું ખુંબ જ મહત્વનું યોગદાન હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગીલનું શાનદાર ફોર્મ
તમને જણાવી દઈએ કે શુભમન ગીલે (Shubman Gill) 55 ODI મેચો ભારતીય ટીમ માટે રમી છે. શુભમન ગીલે 99.57ની સ્ટ્રાઈક રેટ અને 59.04ની એવરેજથી 2775 રન બનાવ્યા છે.ગીલે ODI ફોર્મેટમાં 8 સદી ફટકારી છે. આ સિવાય તેણે 15 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ ફોર્મેટમાં શુભમન ગિલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 208 રન છે.શુભમન ગિલ (Shubman Gill) વિશ્વ ક્રિકેટના ખૂબ જ પસંદગીના બેટ્સમેનોમાંનો એક છે, જેણે ODI ફોર્મેટમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.