Vijay Rupani – અમદાવાદની ધરતી ગઈકાલે રક્તરંજિત થઈ. અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ દેશવાસીઓને ચોંકાવી દીધા છે. આ ઘટનામાં 300 કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતે આખા દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાના મૃતકોની યાદીમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છે.
વિજય રૂપાણીને રાજ્યની જનતા હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ કરશે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. આમ તો, તેઓ 2 દિવસ પહેલા જ લંડન જવાના હતા પરંતુ પંજાબના પ્રભારી હોવાના કારણે પ્રચારમાં ગયા અને સોમવારે લંડન જવા નીકળ્યા હતા. પરંતુ ટેકઓફની 2 જ મીનિટમાં દુર્ઘટના ઘટી હતી.
હવે, લંડનથી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલીબેન રૂપાણીને મળી સાંત્વના પાઠવી હતી. અંજલીબેનને છેલ્લે વિજયભાઈ સાથે શું વાત થઈ તે અંગે ખાનગી અખબારે અહેવાલ ટાંકતા જણાવ્યું હતું કે, ”અંજુ, ફ્લાઈટમાં બેસી ગયો છું, ફ્લાઈટ હમણાં ઊપડે જ છે, કાલે આવું જ છું” જ્યારે શુક્રવારે સવારે અંજલીબેન રૂપાણી અમદાવાદ પહોંચ્યા ત્યારે અત્યંત કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. અંજલીબેને એરપોર્ટ ઊતરતા જ કમાન્ડોને કહ્યું કે, તમે હંમેશા સાહેબનું આટલું ધ્યાન રાખ્યું છે, તો કાલે કેમ ન રાખ્યું.. આટલું કહેતા જ અંજલીબેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા સાથે જ કમાન્ડો પણ 20 મીનિટ સુધી રડતા રહ્યા હતા. જ્યારે તેઓએ એવું કહ્યું કે, મને વિજયનું એકવાર મોઢું બતાવો ત્યારે ત્યાં ઊપસ્થિત તમામની આંખો ભીની થઈ ગઈ હતી.
અત્યારે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને અનેક નેતાઓનો જમાવડો થયો છે. મંત્રી, સાંસદો, ધારાસભ્યો દિવંગતના બંગલે પહોંચી સાંત્વના પાઠવી રહ્યા છે.
https://x.com/narendramodi/status/1933452165563224151
અંદાજે 3 દિવસ પછી રાજકોટમાં અંતિમવિધિ થશે તેવી શક્યતાઓ સેવાય રહી છે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં જ થશે. તેમનો પુત્ર ઋક્ષભ અમેરિકાથી આવતીકાલે સવારે 4 વાગે ભારત પહોંચશે. ડીએનએ મેચ થયા બાદ રાજકોટમાં અંતિમ વિધિ થશે.
https://x.com/Bhupendrapbjp/status/1933462551569825998
આ દુઃખદ ઘટના અંગે પુરૂષોતમ રૂપાલાએ કહ્યું હતું કે, માનસિક રીતે સ્વીકારી ન શકાય તેવો સદમો છે. આ ઉપરાંત વજુભાઈ વાળાએ પણ જણાવ્યું હતું કે, રાજકોટના લોકો માટે રૂપાણી હરતા ફરતા કાર્યકર્તા હતા. વિજય રૂપાણીના યાદમાં રાજકોટની 600 કરતા વધુ શાળાઓ આવતીકાલે રજા પાળશે.
https://thenewzroom.in/farewell-vijay-rupani-vijay-rupanis-thrilling-journey-from-rangoon-to-rajkot/