Saif Ali Khan: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે અને પોલીસના જણાવ્યા અનુસાર તે બાંગ્લાદેશી છે. આ ઘટના પાછળનું કારણ સામે આવ્યું છે.આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે હુમલાખોરને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક રહસ્યો ખોલ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 12મું પાસ છે. તે સારી નોકરીની શોધમાં મુંબઈ આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી હાલમાં બેરોજગાર હતો અને તેને બાંગ્લાદેશ પાછા ફરવા માટે ૫૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી.તેથી તેણે ચોરી કરવાનું નક્કી કર્યું હતું.
આરોપીને બાંગ્લાદેશ પરત જવા માટે પચાસ હજાર રૂપિયાની જરૂર હતી
આરોપીએ સૈફ અલી ખાન (Saif Ali Khan) ની ઇમારતને નિશાન બનાવવાનું કારણ એ જણાવ્યું કે તેણે જોયું કે તમામ ગેટ પર કોઈ સુરક્ષા નથી અને અંદર પ્રવેશવું સરળ લાગતું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ગુનો કર્યા બાદ આરોપી ગીતાંજલિ એક્સપ્રેસ દ્વારા કોલકાતા અને ત્યાંથી બાંગ્લાદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ તે પોતાની યોજનાને અંજામ આપે તે પહેલાં જ થાણેમાં પકડાઈ ગયો હતો.
આરોપીએ મોડી રાત્રે હુમલો કર્યો હતો
લીલાવતી હોસ્પિટલે પુષ્ટી કરી હતી કે સૈફ અલી ખાન (Saif Ali Khan) ની સર્જરી હજુ પણ ચાલુ છે. આ હુમલામાં સૈફ અલીને ઈજાઓ થઈ છે. તેની ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને દરેક પરિસ્થિતિ વિશે માહિતગાર રાખીશું.