બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી જીતવા માટે બંન્ને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતારીયા છે. આ બંન્નેનો ખેલ બગાડવા માટે અપક્ષ ઉમેદવાર માવજી પટેલની અપક્ષ ઉમેદવારથી રાજકારણ ગરમાયું છે. વાવ બેઠકમાં 70 ટકા મતદાન થયું છે. જ્યારે 2022ની સરખામણી કરતા 5 ટકા મતદાન ઓછુ થયું છે. જેના કારણે ત્રણેય ઉમેદવારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે આપણે ન્યુઝ રૂમ ગુજરાત પર વાવ વિધાનસભાનો પત્રકારનો એક્ઝિટપોલના આંકડા જાણશું
સતત ત્રીજી વખત વાવમાં કોંગ્રેસ જીતે તેવા એંધાણ – પત્રકારો
વાવ વિધાનસભાની પેટાચૂંટણીંમાં બનાસકાંઠાના 25 દિગ્ગ્જ પત્રકારોનો સર્વે કરવામાં આવ્યો છે.આ સર્વે પ્રમાણે 25 માંથી 12 પત્રકારોના મતે કોંગ્રેસની જીત થઈ રહી છે. જ્યારે 8 પત્રકારોના મતે ભાજપના સ્વરૂપજીની જીત થઈ શકે તેમ છે. જ્યારે અન્ય 5 પત્રકારે માવજી ચૌધરીને જીતાડી રહ્યા છે. પત્રકારોના મત મુજબ સતત ત્રીજી વખત વાવમાં કોંગ્રેસ જીતે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. જો આંકડાની વાત કરવામાં આવે તો 2 થી 5 હજારના મતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતની જીત થઈ શકે તેમ છે. પત્રકારોનું એવું પણ કહેવું છે કે સ્વરૂપજી પણ 2-3 હજાર મતથી જીતી જાય તો નવાઈ નહિ. આ ચૂંટણીમાં પત્રકારોના મતે જ્ઞાતિવાદ સૌથી મોટો મુદ્દો રહ્યો છે.
વાવ બેઠકોનો ઈતિહાસ
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.