Dwarka નજીક હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ખળભળાટ

Dwarka: હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે.યાત્રાધામ હર્ષદ ખાતે દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું હતું. આ મૂર્તિ ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. દોઢ વર્ષ પૂર્વે અહીં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહ્યું હતું.મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોચ્યા હતા.આ મંદિરમાં શિવલીંગ ગાયબ થતા સ્થાનિક લોકોમાં ભારે રોશ જોવા મળ્યો હતો.

Scroll to Top