Vikram Thakor : વિધાનસભા ગૃહમાં ગુજરાતી ફિલ્મ એક્ટર Vikram Thakorને આમંત્રણ ન આપવાનો મામલો હવે ગરમાયો છે. રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજના Vikram Thakor દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલા તુલસી ફાર્મમાં તમામ ઠાકોર સમાજના લોકો સંમેલનમાં પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો ઉપસ્થિત થયા હતા. ક્ષત્રિય ઠાકોર સંમેલનના મંચ પરથી કલાકાર Shital Thakor વિક્રમ ઠાકોરના સમર્થનમાં હુંકાર કર્યો હતો.
ક્ષત્રિય- ઠાકોર સંમેલનમાં Vikram Thakor ના સમર્થનમાં Shital Thakor એ કર્યો હુંકાર
