મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનને જંગી જીત મળી છે. કરારી હાર બાદ વિપક્ષ એટલે કે, મહાવિકાસ અઘાડી ઈવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. એનસીપીના વડા શરદ પવારે ઇવીએમ પર કંઈ બોલ્યા ન હતા. જોકે તેમણે હિન્દુઓના ધ્રુવીકરણ પર ખુલ્લીને વાત કરી હતી. તે હવે અગામી સમયમાં રાજનીતિને કંઈ રીતે આગળ લઈ જવા કેવા પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કરશે તે અંગે તેણે સ્પષ્ટ કર્યું હતું.
શરદ પવારની આશા પર પાણી ફરી વળ્યું
શરદ પવારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ત્રીજી પેઢીને આગળ કરવાની વાત કરી હતી. આજ કારણે બારામતી બેઠક પરથી યુગેન્દ્ર પવારને ટિકિટ આપી હતી. પરંતુ અજીત પવાર સામે તેની હાર થઈ હતી. આ પરીણામ બાદ શરદ પવારની આશા પર પાણી ફરી વળ્યું હતું. શરદ પવારે કહ્યું કે, બારામતીમાં અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને ચૂંટણી લડવા ઉતારવોએ મારો ખોટો નિર્ણય હતો. બારામતીમાં તેમનો પરિવાર સાથે ખાસ સંબધ ધરાવે છે.
ભાગલા પાડીશું તો વિભાજિત થઈશું આ સૂત્ર ઉપયોગી થયું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથના નિવેદનનો ઉલ્લેખ કરીને શરદ પવારે કહ્યું હિન્દુ મતદારોના ધ્રુવીકરણ ખુબ થયું. વધુમાં કહ્યું કે,યુપીના મુખ્યમંત્રીએ ‘ભાગલા પાડીશું તો વિભાજિત થઈશું” આ સૂત્રને મોટાભાગે લોકોને ડરાવી દિધા અને મતોનું ધ્રુવીકરણ થયું છે.
કોંગ્રેસે ઈવીએમ પર સવાલ કર્યા
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની હાર બાદ તેના ઘટક પક્ષો ઈવીએમને નિશાન બનાવી રહ્યા છે અને સતત સવાલો ઉઠાવી રહ્યા છે. જો કે શરદ પવાર તેમનાથી અલગ મત ધરાવે છે. કોંગ્રેસનું કહેવું છે કે વોટિંગ મશીન પર ચર્ચા થવી જ જોઈએ. કોંગ્રેસના નેતા ઉદિત રાજનું કહેવું છે કે જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી ચૂંટણી નિષ્પક્ષ બની શકે નહીં. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે ઈવીએમની જીત થઈ છે.