બાપાના ગઢમાં બાપુની એન્ટ્રી, Visavadarની પેટાચૂંટણીમાં Shankarsinh Vaghelaએ ઝંપલાવ્યું, ગુજરાતમાં હવે થશે મોટો ખેલ

Shankarsinh Vaghela party declare candidate In Visavadar by poll
  • બાપાના ગઢમાં બાપુની એન્ટ્રી

  • Visavadarની પેટાચૂંટણીમાં Shankarsinh Vaghelaએ ઝંપલાવ્યું

Gujarat Politics | ગુજરાતનું રાજકારણ ગરમાગરમ બન્યું છે. વિસાવદરની ચૂંટણી હજી સુધી જાહેર થઈ નથી, પરંતું રાજકીય પાર્ટીઓની સક્રિયતાને લઈને ગુજરાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે આપ, ભાજપ-કોંગ્રેસ બાદ ચોથા પક્ષના રૂપે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાનમાં ઉતરી છે. કેશુભાઈના ગઢમાં બાપુની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, અને આ ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી (Visavadar by poll)ની જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા (Gopal Italia) ને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે (Congress) પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

જો કે ભાજપ ઉમેદવારની જાહેરાત કરે  તે બધાની વચ્ચે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને વડા શંકરસિંહ વાઘેલા “બાપુ” એ લાલજી કોટડિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શંકરસિંહ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. ઉમેદવારને લઈને શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela)એ જણાવ્યું કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમારો ઉમેદવાર ચીટર, બદમાશ કે તેલ ચોપડેલો નહીં હોય. તે પાર્ટી અને મત વિસ્તારને વફાદાર હશે.

શંકરસિંહ વાઘેલા તેમના રાજકીય અનુભવ અને લોકપ્રિયતાને કારણે તેઓ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો રચી શકે છે. શંકરસિંહ વાઘેલા તેમના બોલ બચ્ચન સ્વભાવ માટે રાજકારણમાં આજે પણ એટલા જ જાણીતા છે.

વિસાવદરની જનતાને નવો વિકલ્પ આપીશું
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે સોમવારે જૂનાગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, “આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના પક્ષનો ઉમેદવાર ઉભો રાખીને ભાજપ, કોંગ્રેસ અને આપ સામે નવો વિકલ્પ આપીશું.” શંકરસિંહ વાઘેલાએ ભાજપને ગુંડા, બદમાશ અને અપરાધ કરેલા વ્યક્તિઓનું જાહેરમાં મંચ પરથી સન્માન કરનારી પાર્ટી તરીકે ઓળખાવી હતી.

ગુજરાતમાં ભાજપને હું લાવ્યો, કોંગ્રેસની દાનત સરકાર બનાવવાની ન હતી : શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપને લાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. ભાજપ ત્રણ દશકાથી સત્તા પર છે. ભાજપમાં થઈ રહેલા અનેક પરિવર્તન અયોગ્ય છે. સાથે જ બાપુના નિશાને કોંગ્રેસ પાર્ટી પણ હતી. તેમણે કહ્યું કે 2017માં કોંગ્રેસ પાર્ટી સત્તા અને સરકાર બંને હાંસલ કરી શકે તેટલી મજબૂત હતી. પરંતુ પાર્ટીના નેતાઓમાં મેચ ફિક્સિંગના કારણે 2017માં કોંગ્રેસના હાથમાં આવેલી સત્તા અને સરકાર બંને ભાજપને કોંગ્રેસે સોંપી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.


 

WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top