2024 લોકસભાની ચૂંટણી પછી અચાનક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું એ ગુજરાત પર ફોકસ થવું. ગુજરાતમાં અવારનવાર આવવું. ગુજરાતની અંદર કોંગ્રેસનું અધિવેશન મળવું અને એવી વાત કરવી કે 2027 માં ભારતીય જનતા પાર્ટીના ગઢ સામે હવે કોંગ્રેસ દમખમથી લડશે અને સરકાર પણ બનાવશે. પછી રાહુલ ગાંધી ફરી ગુજરાત આવે છે. ગુજરાતના નેતાઓને ડંઢોરે છે અને કહે છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને તાત્કાલિક અલગ કરવામાં આવે. જે સ્થાનિક નેતાઓ છે, એ નાના વિસ્તારમાંથી આવે છે તેમનો અવાજ વિધાનસભા સુધી પહોંચે તેના માટે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી. જિલ્લા અને શહેરના જે જિલ્લા પ્રમુખો છે. તેમની વર્ણી કરવા માટે દિલ્હીથી નેતાઓને અહીંયાં મોકલવામાં આવ્યા. રિપોર્ટ તૈયાર થયો તેમાં પણ વિવાદ અને વિખવાદ થયો.
આ પણ વાંચો – Umesh Makwana: રાજીનામું આપે તો, આ નેતા લડશે ચૂંટણી?
બાદમાં રાહુલ ગાંધીના એક્શન પ્લાન બાદ ગુજરાત કોંગ્રેસની એક પરીક્ષા હોય તે રીતના બે પેટા ચૂંટણી એક કડી અને બીજી વિસાવદરની અંદર કોંગ્રેસને થોડું એવું પ્રભુત્વ મળ્યું. થોડા એવા મતો મળ્યા પણ જીત ના થઈ તો સામે વિસાવદરમાં પણ એ આમ આદમી પાર્ટી સાથે તેમને ગઠબંધન પણ ના કર્યું. અને એકલા હાથે લડવાની તૈયારીઓ દર્શાવી હતી. ત્યાં તો બંને બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. Shaktisinh Gohil સહિતનું કોંગ્રેસનું આખું નેતૃત્વ મેદાને ઉતર્યું હતું. Shaktisinh Gohil પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપે છે અને હારનો સ્વીકાર પણ કરે છે.