ગોંડલ મામલે ગુજરાતનું વિપક્ષ મૌન છે. આ કારણોસર સૌથી મોટો સવાલ ઊભો થયો છે. રાજસ્થાનમાં આ મામલો ઉગ્ર છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ચૂપ કેમ.
આ મામલે ન્યુઝરૂમના એક્સક્લુઝિવ શક્તિસિંહ ગોહિલના ઈન્ટરવ્યૂ દરમિયાન પત્રકારે શક્તિસિંહ ગોહિલને પ્રશ્ન કર્યો કે ગુજરાત કોંગ્રેસ ગોંડલ મામલે કેમ ચૂપ છે ત્યારે શક્તિસિંહ ગોહિલે શું કઈ કહ્યું એ સાંભળો…
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલે મે ટ્વીટ કર્યું, અહીંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ. અમારા ગોંડલના સ્થાનિક નેતાઓએ પણ ત્યાં આગળ એ વાતને ઉઠાવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુનો કરનારો સગો ભાઈ હોય તો પણ એના સંબંધ ન જોવાય એના ગુનાને જોઈને એની સામે અવાજ ઉઠાવવો પડે મે જોયું છે હું સુરેન્દ્રનગરમાં બે દલિત પરિવાર ઉપર અત્યાચાર થયો ત્યારે હું સુરેન્દ્રનગર ગયો. ગોંડલની સરખામણી એક વિચારવું પડે ગુજરાતને શહેરની સરખામણી મિર્ઝાપુર સાથે થઈ રહી છે. આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં થઈ છે. આ માટે જવાબદાર કોણ.
ગોંડલના જાટ સમુદાયના દીકરા સાથે બનેલી ઘટનામાં પરિવાર જે ન્યાયની ગુહાર લગાવીને બેઠો છે એ પરિવારની સાથે કોંગ્રેસ કેમ ન આવ્યું તેને લઈને પણ અનેક સવાલો અને તર્ક વિતર્કો એ ગોંડલ અને જયપુરની અંદર પણ થઈ રહ્યા છે જો કે જયપુરના કેટલાક સામાજિક આગેવાનો તો એવું પણ કહી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસે આ મામલે કેમ ચૂપ બેઠું છે એ ખ્યાલ પણ નથી.