જ્યારે પણ તમે નવો ફોન ખરીદો છો ત્યારે તેમાં જૂના ફોનનો ડેટા નાખો છો. પરંતુ ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયામાં હંમેશા એક ટેન્શન રહે છે કે ડેટા લીક થશે કે કેમ? આ પ્રક્રિયામાં થર્ડ પાર્ટી એપ્લીકેશનની મદદ લેવામાં આવે છે જેમાં હંમેશા ડેટા લીક થવાની સંભાવના રહેલી છે. અમે તમને આવા 3 સેટિંગ્સ વિશે જણાવીશું જેને ફોલો કરી ડેટા લીક થવાની સંભાવના ઓછી થઈ જાય છે. આનાથી તમારો અંગત ડેટા સુરક્ષિત રહે છે અને તમારું કામ પણ થઈ જાય છે. ફાઇલો, ફોટા, વિડિયો શેર કરવા અને નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને નવા ફોનમાં સિસ્ટમ અપડેટ કરતા પહેલા સેટિંગ્સ સમજાવવામાં આવી છે. આ સેટિંગ્સને અગાઉથી બનાવી લો જેથી તમે ડેટા લીકના ખતરાથી બચી શકો.
3 સેટિંગ ઓન કરો
જ્યારે પણ તમે કોઈપણ ફાઇલ, ફોટો અથવા વિડિયો શેર કરો છો અથવા બીજા પાછેથી લયો છો ત્યારે તમારે ક્વિક શેર પર જવું પડશે. તેમાં ડિફોલ્ટ રૂપે સંપર્કો પસંદ કરવામાં આવે છે, તેને દૂર કરો અને તમારા ઉપકરણનો વિકલ્પ પસંદ કરો. જો તમે કોઈપણ ફાઇલ મેળવવા માંગતા હોવ તો દરેક પર ટિક કરો. હવે જો તમે નવો ફોન ખરીદ્યો છે તો તેમાં પણ એપ્સની જરૂર પડશે. તેથી નવી એપ્સ ઇન્સ્ટોલ કરતા પહેલા સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં, સર્ચ બારમાં Unknown લખીને સર્ચ કરો, Unknown પર ક્લિક કર્યા પછી, નીચે સ્ક્રોલ કરો અને Install Unknown Apps પર જાઓ. અહીં તમને લિસ્ટમાં Chrome, Drive, Files, Gmail અને WhatsApp જોવા મળશે. પરંતુ આ વિકલ્પ પર તમારે ક્લીક કરવાનું નથી.
ડેટા લીકનું ટેન્શન ખતમ થઈ જશે
ઉપર જણાવેલા સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમારો ફોન સેટઅપ થઈ જશે. છેલ્લે તમારે ફોનના સેટિંગમાં જઈને અપડેટ ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે. તમારી સામે સિસ્ટમ અપડેટનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો. આ સિસ્ટમને સમય સમય પર અપડેટ કરવી પડશે.