Rajkot જિલ્લાની પાંચ નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરી

Rajkot News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી.રાજકોટની તમામ નગરપાલીકા પર ભાજપની જીત થઈ હતી.આ જીત બાદ કોણ પ્રમુખ બનશે તેના પર અટકોળી ચાલી રહી છે. આ અટકળો વચ્ચે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી હતી.આ સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.

પાંચ નગરપાલિકામાં ભાજપએ ભવ્ય વિજય મેળવ્યો

રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં ભાજપએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ તમામ નગરપાલિકાઓમાં પ્રમુખ સહિતના રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ઝવેરભાઈ ઠકરાર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી.તેમજ હિરેન હીરપરા ગુજરાત પ્રદેશ કિસાન મોરચા મહા મંત્રી. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, મહામંત્રી સહિત સહિતો ઉપસ્થિત રહ્યા હતા.આવનાર માર્ચમાં જિલ્લાની નગરપાલિકામાં કોણ સુકાન સંભાળશે તે નક્કી થશે.

પ્રમુખ કારોબારી સહિતના રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકા જેમાં ધોરાજી,જસદણ,ભાયાવદર,ઉપલેટા અને જેતપુર આ પાચંય બેઠક પર ભાજપનો ભગવો લેહરાયો હતો. જીતેલા ઉમેદવારને જનતાની સેવા કરવાની ઈચ્છા હોય છે. જે લોકો પ્રમુખ બનવા માંગતા હોય તે લોકો આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે.આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશથી બે નિરીક્ષક આવ્યા તેમને પ્રમુખ બનવા માંગતા લોકોને સાંભળવામાં આવ્યા હતા.

 

 

 

Scroll to Top