Gujarat University માં કૌભાંડનો પર્દાફાશ, પૂર્વ VC હિમાંશુ પંડ્યા સાથે આ અધિકારીની પૂછપરછ

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં 4 કરોડથી વધુની ઉચાપત મામલે એનિમેશન વિભાગના પૂર્વ વડા તેમજ હાલમાં યુનિવર્સિટી (Gujarat University) ના કમ્પ્યુટર સાયન્સના વિભાગના વડા પ્રો.કમલજીત લખતરીયા સામે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાનું દિવસ દરમિયાન પૂછપરછ કરી નિવેદન લેવાયું હતું. આ ઉપરાંત પ્રો.વનરાજસિંહ ચાવડા સહિત 19 લોકોને નોટિસ ફટકારી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી

આ કેસમાં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા અને રજિસ્ટ્રાર પી.એમ.પટેલના નિવેદન લેવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર પ્રો.કમલજીત લખતરીયા દ્વારા કરવામાં આવેલી ચાર કરોડથી વધુની રકમની ઉચાપતમાં પૂર્વ VC, રજિસ્ટ્રાર અને એડવાઇઝર કમિટીના સભ્યોની સહીઓથી આર્થિક ઉચાપતના ટ્રાન્જેક્શન થયા છે. આવનારા દિવસોમાં જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે એ તમામની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓના બેન્ક સ્ટેટમેન્ટનું એનાલિસિસ હાથ ધર્યું છે.

પ્રદેશના યુવા નેતાના હિમાંશુ પંડ્યા સાથે હતા ઘનિષ્ઠ સબંધ

આ સમગ્ર ઘટનામાં માત્ર VC હિમાંશુ પંડ્યા અને પી.એમ પટેલની સાથે સાથે ભાજપના ભૂતકાળમાં વિવાદમાં આવેલા એક યુવા નેતાનું પણ નામ આવે તેવા સંકેત રહેલા છે.આ ઉપરાંત પ્રદેશના એક યુવા નેતાના હિમાંશુ પંડ્યા સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવે છે. આ તમામ સમાચાર આવ્યા બાદ યુનિવર્સીટીનું રાજકારણ ગરમાયું છે. હવે અગામી સમયમાં ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ નિરજા ગુપ્તા આ અંગે શું નિર્ણય લે તે હવે જોવાનું રહ્યું.

 

Scroll to Top