- સતાધાર જગ્યા મામલે સાવરકુંડલા સર્વ સમાજ દ્વારા રેલી
- ગીરસોમનાથમાં સતાધારની જગ્યા બાબતે કલેક્ટરને આવેદન પત્ર
- ધારાસભ્ય મહેશ કસવાળાને પાઠવાયું આવેદનપત્ર
Satadhar: સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર (Satadhar) મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સત્તાધાર (Satadhar) ની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ તેના પર આક્ષેપ કર્યા હતા.આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મહંત વિજય ભગતના સમર્થનમાં મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ ગીરસોમનાથના કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.આ શ્રઘ્ધાળુઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
ગીરસોમનાથમાં સતાધારની જગ્યા બાબતે કલેક્ટરને આવેદન પત્ર
ગીરસોમનાથના વેરાવળ,કોડીનાર,તાલાલા સહીતના કડીયાસમાજના આગેવાનો દ્રારા કલેક્ટરને આવેદન પત્ર આપી સતાધારની જગ્યા તથા મહંતને બદનામ કરનારા પર કડક કાયઁવાહીની માંગ કરી હતી. પત્રમાં લખ્યું હતું કે અઢારેવરણની આસ્થાનુ કેન્દ્ર એવા સતાધાર ધામની જગ્યા તેમજ તેના મહંતને અમૂક લોકો દ્રારા બદનામ કરવામા આવી રહ્યું છે.જેને લઈ ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ કડીયાસમાજના પ્રમુખ પ્રવીણ કાચા, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ લાખાણી, ભૂપત વાઘેલા તેમજ તાલાલા, કોડીનાર સહીતના અગ્રણીઓ દ્રારા ગીરસોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને પત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી હતી.
સતાધાર જગ્યા મામલે સાવરકુંડલા સર્વ સમાજ દ્વારા રેલી
સત્તાધારની જગ્યાને લઈ સાવરકુંડલા સર્વ સમાજ દ્વારા રેલી કાઢી ધારાસભ્ય મહેશ કસ વાળાને આવેદનપત્ર પાઠવાયું હતું. આ રેલી મંહત વિજયબાપુના સમર્થનમાં રાખવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ રેલીમાં કોળી સમાજના અગ્રણી રમેશ મકવાણાએ જણાવ્યું હતું કે મહંત વિજયબાપુ વિરૂધ્ધ અમુક લોકો ષંડપત્ર કરી રહ્યા છે. આ જગ્યાને બદનામ કરવા અને પૈસા માટે આ કાવતરૂ ઘડિયું છે. અગામી સમયમાં જો વધુ આરોપ લગાડવામાં આવશે તો મોટા ધરણા કાર્યક્રમ રાખવામાં આવશે.
પ્રતાપ દુધાતે સત્તાધારના વિવાદને લઈ CBI માંગ કરી
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સત્તાધારના વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણીથી જોડાયેલ રાજય છે.અને સંતોની ભૂમિ છે.ત્યારે સતાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે.તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સતાધાર સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલ છે.ત્યારે સતાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાઈ છે.સતાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવ્રુતિ પણ થઇ રહી છે.