સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર (Satadhar) મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સત્તાધાર (Satadhar) ની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ તેના પર આક્ષેપ કર્યા હતા.આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મહંત વિજય ભગતના સમર્થનમાં ધારી વિધાનસભાના ધારાસભ્ય જે.વી કાકડિયા સરકારને પત્ર લખી ષડયંત્ર કરનાર લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
બ્લેકમેઈલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજન
ધારાસભ્ય જે.વી કાકડિયાએ પત્રમાં લખ્યું ધારી વિધાનસભામાં સર્વજ્ઞાતી સમાજ દ્વારા આવેદન પત્ર આપ્યું હતું. સૌવરાષ્ટ્રમાં વિશ્વ પ્રસિધ્ધ સતાધારધામ આપાગીગાની જગ્યાને બદનામ કરવા તેમજ આ જગ્યાના મહંત વિજયબાપુને પણ બદનામ કરી બ્લેકમેઈલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજન પૂર્વકનું ષડયંત્ર કરી આ ધાર્મિક સંસ્થાને બદનામ કરવા માટે અને સર્વે સમાજની ધામિક અને સામાજિક લાગણીને ઠેસ પહોંચી છે.
આપાગીગાની જગ્યા આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર
વિશ્વ પ્રસિધ્ધ સતાધાર ધામ સાથે સર્વજ્ઞાતિ સમાજ અને સનાતની ધર્મોની ધાર્મિક લાગણી જોડાયેલ છે. તેથી આપાગીગાની જગ્યા આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. આ જગ્યાના મહંત પ.પુ વિજયબાપુને ઈરાદા પૂર્વકનું બદનામ કરવાનું પડયંત્ર કરનાર લોકો સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવી જોઈએ. સતાધાર ધામ એક જાગતું પિરાણું છે અને સર્વ સમાજની તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું આસ્થાનું કન્દ્ર છે. તથા સર્વો સમાજની શ્રધ્ધા જોડાયેલ છે તેથી આ સંસ્થાને અને ૫.પુ વિજયબાપુ સામે જે પાયાવિહોણા આક્ષેપો તદ્દન ગેરવાજબી હોય તેથી આવા ષડયંત્ર કરનાર લોકો સાથે કડકમાં કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.