Santhal | ડાયરામાં માથાકૂટ બાદ Devayat Khavad એ આયોજકને ફોનમાં આપી ધમકી | Newz Room Gujarat

Devayat Khavad: દેવાયત ખવડે ઓડિયો કલીપમાં જણાવ્યું કે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી છે અને રામ કાનજી ચૌહાણ, દ્રવરાજ અને તેમના ટોળકી વિરુદ્ધ અરજી કરી છે. તેમનો આરોપ છે કે પોલીસ FIR નોંધવામાં ઢીલ કરી રહી છે અને માત્ર અરજીની તપાસ કરવાનું જણાવી રહી છે. દેવાયત ખવડે ન્યાય માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, “હું ન્યાય માટે અપીલ કરું છું, પોલીસ તાત્કાલિક FIR નોંધીને કાર્યવાહી કરે..આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વીડિયો જાહેર કરી જાણકારી આપી હતી.તેમણે પોલીસ પર અનેક આક્ષેપ કર્યા હતા.

Scroll to Top