BMC ચૂંટણીને લઈ સંજય રાઉતનું ચોંકવનારૂ નિવેદન,જાણો શું કહ્યું…..

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ પહેલા પણ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીએ BMCની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી.હવે શિવસેના (UBT) નેતા સંજય રાઉતે સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી BMC ચૂંટણીમાં એકલા જ ઉતરી શકે છે. તેમણે કહ્યું કે પાર્ટી કાર્યકર્તાઓ સંગઠનને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે લડવાનો આગ્રહ કરી રહ્યા છે. શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતા સંકેત આપ્યા હતા. આ વખતે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં વધુ દાવેદારો છે. ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના અન્ય નેતાઓ વચ્ચે BMC ચૂંટણી એકલા હાથે લડવા માટે વાતચીત ચાલી રહી છે. કાર્યકરો ઈચ્છે છે કે પાર્ટી એકલા હાથે ચૂંટણી લડે.

2022 થી BMC ચૂંટણી યોજાઈ નથી

1997 થી 2022 સુધી સતત 25 વર્ષ સુધી BMC પર શિવસેનાનું શાસનમાં હતું. BMCના અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ માર્ચ 2022ની શરૂઆતમાં સમાપ્ત થયો હતો. 2022 થી BMC ચૂંટણી યોજાઈ નથી. રાઉતે કહ્યું, ‘મુંબઈમાં પાર્ટીની તાકાત નિર્વિવાદ છે. જો અમને મુંબઈમાં (વિધાનસભા ચૂંટણી દરમિયાન) લડવા માટે વધુ બેઠકો મળી હોત તો અમે તેઓ જીતી શક્યા હોત.શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતાએ દાવો કર્યો હતો કે મુંબઈ જીતવું જરૂરી છે. નહીં તો આ શહેર મહારાષ્ટ્રથી અલગ થઈ જશે. તેમણે કહ્યું, ‘જ્યારે શિવસેનાનું ભાજપ સાથે ગઠબંધન હતું ત્યારે પણ અમે BMC અને અન્ય મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડી હતી.પુણે, પિંપરી-ચિંચવડ અને નાશિક મ્યુનિસિપલ સંસ્થાઓમાં MVA અકબંધ રહેશે.

227 મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડમાં મહાગઠબંધન સાથે મળી ચૂંટણી લડશે

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે શિવસેના આવતા વર્ષની BMC ચૂંટણી શાસક ગઠબંધન હેઠળ લડશે. શિવસેના પ્રમુખ શિંદેએ કહ્યું હતું કે, ‘BMCની ચૂંટણી તમામ 227 મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાં મહાગઠબંધન સાથે મળી ચૂંટણી લડશે. સંજય રાઉતના નિવેદનથી વિપક્ષના MVA ગઠબંધનમાં તિરાડ પડી શકે છે.

 

 

Scroll to Top