સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનશે, આ તારીખે ચાર્જ સંભાળશે

– કેન્દ્રીય કેબિનેટે નિમણૂકની મંજૂરી આપી
– 11મી ડિસેમ્બરે ચાર્જ સંભાળશે
– 1990ની IAS બેચના અધિકારી

સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે. મલ્હોત્રા 1990 IAS બેચના અધિકારી છે. જે રેવન્યુ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. સંજય મલ્હોત્રાનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે.

કેન્દ્રીય કેબિનેટે નિમણૂકની મંજૂરી આપી

સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પ્રિન્સટન યુનિવર્સિટી યુએસએમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 33 વર્ષની તેમની કારકિર્દીમાં પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ અને અનુભવ ધરાવે છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પદ પર હતા.

1990ની IAS બેચના અધિકારી

શક્તિકાંત દાસ થોડા દિવસ પહેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણને મળ્યા હતા. ત્યારથી એવી ચર્ચા હતી કે દાસના કાર્યકાળમાં વધારો કરવાની સંભાવના રહેલી હતી. પરંતુ હવે 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) રાજસ્થાન કેડરના અધિકારી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Scroll to Top