– અધીકારીઓ સામે ભાજપના જ ધારાસભ્ય આકરા પાણીએ
– ત્રસ્ત પ્રજા આંદોલન કરશે તો હું પણ સાથે જોડાઈશ : સંજય કોરડીયા
– સંજય કોરડીયાના આંકરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
રાજ્યમાં નદીના પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે. પોરબંદર હોય કે ભાવનગર આ તમામ જગ્યાએ કેમીકલ વાળું પાણી છોડી પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ પ્રદૂષિત પાણીના કારણે રાજ્યની વિવિધ નદીઓમાં પાણી ખરાબ થઈ ગયું છે. ખરાબ પાણીના કારણે માછીમારોને દરિયો ખેડવામાં મુશકેલી પડી રહી છે. હવે આ નદીઓને બચવવા માટે રાજકિય મેદાને આવ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા.
અધીકારીઓ સામે ભાજપના જ ધારાસભ્ય આકરા પાણીએ
જૂનાગઢમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયા ઉબેણ નદીના પ્રદૂષિત પાણી, ગૌચરની જમીન પર દબાણ મુદ્દે મનપાના ટેન્ડરમાં થયેલા ગોટાળા મુદ્દે અને ભવનાથની ગાદી મુદ્દે થયેલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું ઉબેણ નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું છે. તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે. ભવનાથના મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટરે ગંભીર ગેરરીતી આચરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. આ ઉપરાંત રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.ગામડાઓમાં ગૌચરની જમીન પર થયેલી પેશકદમીઓથી ગૌવંશને અને ગરીબ લોકોને પ્લોટ આપવામાં મુશ્કેલી પડી રહી છે.ત્રસ્ત પ્રજા આંદોલન કરશે તો હું તેનો સાથ આપીશ.
સંજય કોરડીયાના આંકરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
ધારાસભ્ય સંજય કોરડીયા આક્ષેપ કરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગઈ છે. હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય આકરા વલણ બાદ જીલ્લામાં અધિકારીઓ કડક થઈ કાયદના પાલન થાય શકે નહીં. જીલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓને કારણે જનતા ત્રસ્ત બની છે. જો પ્રાથમિક સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધારાસભ્યએ જનતા સાથે રહી અધિકારી સામે આંદોલનકરવાની ચીમકી આપી છે.