Sanjay Kharat એ જ્યારથી અમરેલી જિલ્લા પોલીસવડા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ વિવાદમાં એ વધુ રહ્યા છે. અને સારી કામગીરીની ચર્ચાઓમાં ખૂબ ઓછા દેખાયા છે. સંજય ખરાટ અમરેલી જિલ્લા પોલીસવડા તરીકે ત્યાં ચાર્જ સંભાળ્યો અને પાયલ ગોટીનો કેસ ચર્ચામાં આવ્યો. અમરેલીની અંદર પાયલ ગોટીનો કેસ, દારૂની ચર્ચા, ખનનની ચર્ચા અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે સંજય ખરાટ આવી પહોંચ્યા છે. Vipul Dudhat એ અમરેલીના લીલિયા પંથકની અંદર દારૂ વેચાવતા હોવાનો બોલતો પુરાવો આપ્યો અને આ અંગે અનેક વખત રજૂઆત કરી. તેમ છતાય કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો પહેલા કર્યા. ત્યારબાદ પોલીસે વિપુલ દુધાતની સામે આક્ષેપો કર્યા અને પછી આખા આ ઘટનાની અંદર Dileep Sanghani એ મેદાને આવ્યા અને તેમણે કહ્યું કે હું રાજ્યના મુખ્યમંત્રીને બોલતા પુરાવા આપીશ કે અમરેલીમાં શું શું ચાલી રહ્યું છે. અને તમામ વસ્તુ ચલાવવા પાછળ Amreli SP જવાબદાર છે. આવું નિવેદન આવતાની સાથે જ અમરેલીમાં ચર્ચાઓ જાગી કે શું ભારતીય જનતા પાર્ટીના નેતા અમરેલી પોલીસની સામે છે.
હવે વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા અમરેલીના પૂર્વ સાંસદ Narayan Kachhadiya. આજે વહેલી સવારે તેઓ લીલિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચ્યા કાર્યકર્તાઓને મળ્યા અને એસપી સંજય ખરાટ સામે પૂર્વ સાંસદે પણ આક્ષેપ કર્યા. SP ને ખુલ્લો પડકાર ફેંકતા સાંસદે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે નહી કે તમારી જેમ દારૂના હપ્તા અને એશો આરામ કરીને. ઉગ્રતાની સાથે શું કહ્યું નારાયણ કાછળિયાએ એ સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – World Milk Day: કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાત મહત્વનો ફાળો