અમદાવાદની Gujarat University માં આવેલી Samras Girls Hostel – જ્યાં દર વર્ષે ચોમાસું આવે અને સાથે લાવે છે જૂની સમસ્યા. ભારે વરસાદ પછી હોસ્ટેલના ગેટ પાસે ઘૂંટણસમા પાણી ભરાવાની તકલીફ. આ સમસ્યા નવી નથી, પણ તેમ છતાં આજે પણ યથાવત છે.
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર ભરાયા ઘૂંટણ સમા પાણી | Newz Room Gujarat#ahemdabad #rainnews #gujaratuniversity #AMC #rain #viralvideo #newzroomgujarat pic.twitter.com/pTdL8uirtR
— Newz Room (@NewzRoomGujarat) July 28, 2025
આ સમસ્યાના નિરાકરણ માટે ના કે Samras Girls Hostel પ્રશાસન ના યુનિવર્સિટી તંત્ર કોઈ સ્પષ્ટ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. યુનિવર્સિટી પ્રશાસન કહે છે: “આ વિસ્તારો અમારા નિયંત્રણ હેઠળના નથી.” સમરસ સંચાલન કહે છે: “વિશ્વવિદ્યાલયનું આખું વરસાદી પાણી અમારી તરફ આવીને ગટરો ઓવરફ્લો થાય છે.” વિદ્યાર્થીઓ વારંવાર લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરે છે, પણ અસર નબળી જ રહી છે.
આ પણ વાંચો – Everest-Maggi: માર્કેટમાં આવ્યા નકલી મસાલા
જ્યારે શિક્ષણ માટે આવતી વિદ્યાર્થીનીઓને આ જ રીતે હેરાન થવું પડે, ત્યારે એ પ્રશ્ન માત્ર શારીરિક અસુવિધાનો નહીં, પણ સુરક્ષા અને સ્વાસ્થ્યનો પણ બની જાય છે. શિક્ષણ માટે આતુર છોકરીઓ જ્યારે દરવાજા પર પાણીમાં કાચા થતી ઊભી રહે છે, ત્યારે પ્રશ્ન છે કે શું જવાબદારીના અભાવે આ સમસ્યા યથાવત રહેશે? કે હવે કોઈ તંત્ર આગળ આવીને યોગ્ય પગલાં લેશે?