ભારતીય બેડમિન્ટન જગતમાં એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દેશની પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી Saina Nehwal અને તેના પતિ તેમજ ઓલિમ્પિયન બેડમિન્ટન ખેલાડી Parupalli Kashyap એ હવે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
Saina Nehwal એ રવિવાર મોડી રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત જાહેર કરી. તેણે લખ્યું:
“ઘણા વિચાર કર્યા પછી, મેં અને કશ્યપે અલગ થવાનો નિર્ણય લીધો છે. આ સરળ નિર્ણય નહોતો, પણ અમે આ પગલાં મિત્રતાથી અને પરસ્પર સન્માનથી ભરેલા સંબંધની પૂર્તિ રૂપે લઈ રહ્યાં છીએ.”
આ પણ વાંચો – Kanti Amrutiya: ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ બાદ મામલો મેદાને
સાયનાએ પી. કશ્યપ સાથે હૈદરાબાદ સ્થિત તેમના ઘરે લગ્ન કર્યા હતા. આ કાર્યક્રમમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. બંનેએ 16 ડિસેમ્બર, 2018 ના રોજ હૈદરાબાદમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. વી ચામુંડેશ્વરનાથ, કિદામ્બી શ્રીકાંત, જ્વાલા ગુટ્ટા, અશ્વિની પોનપ્પા, સુધીર બાબુ સહિત રમતગમત જગતના ઘણા પ્રખ્યાત ચહેરાઓ અને સિનેમા ઉદ્યોગના નાગાર્જુન, રકુલ પ્રીત સહિતના સેલિબ્રિટીઓએ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી.
હરિયાણાની રહેવાસી સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તેણે લંડન ઓલિમ્પિક-2012 માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 2015 માં મહિલા સિંગલ્સ રેન્કિંગમાં વિશ્વની નંબર-1 ખેલાડી હતી. બીજી તરફ પારુપલ્લી કશ્યપ તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી છે. તેમણે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 32 વર્ષમાં કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલો મેડલ હતો.