saif ali khan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, ગત 16 જાન્યુઆરીની રાતે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હુમલા બાદ સૈફ અલી ખાન (saif ali khan) ને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર ઑ઼ટો ડ્રાઈવરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
16 જાન્યુઆરી સૈફ પર જીવલેણ હુમલો થયો
અભિનેતા સૈફ અલી ખાન (saif ali khan) ને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર ઓટો રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાને બોલીવુડ એક્ટરે મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. ભજન સિંહ રાણાએ સૈફ (saif ali khan) સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે,’ સૈફ અને તેના પરિવાર દ્વારા ખૂબ સારી રીતે મારુ સન્માન કરવામાં આવ્યું હતું. અને તે દરમ્યાન સૈફ અલી ખાને (saif ali khan) મારી કામગીરીના ખૂબ વખાણ કર્યા હતા. અને અભિનેતાએ મને ગળે લગાવ્યો હતો. આ ઉપરાંત સૈફઅલી ખાને (saif ali khan) ડ્રાઈવરને કેટલી રકમ આપી તેને લઈને અપડેટ મળ્યા છે.
ઑટો ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપ્યા
એક રિપોર્ટ પ્રમાણે સૈફ અલી ખાને (saif ali khan) ઑટો ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપ્યા છે. ભજન સિંહે એ દિવસને યાદ કરતાં જણાવ્યું હતું કે, હું જઈ રહ્યા હતા, ત્યારે જ કોઈએ મને બૂમ પાડીને મદદ માટે બોલાવ્યો. સૈફ અલી ખાન (saif ali khan) સાથે એક બાળક અને એક બીજો વ્યક્તિ હતો. રિક્ષામાં બેસતા જ સૈફ અલી ખાને પૂછ્યું હતું કે, કેટલીવાર લાગશે? મેં જવાબ આપ્યો હતો કે, 8-10 મિનિટ લાગશે.