Saif Ali Khan Discharged: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઇજાગ્રસ્ત થયાના 6 દિવસ બાદ આજે તે પોતાના ઘરે પરત ફર્યો છે. 15 જાન્યુઆરીની રાત્રે સૈફ (Saif Ali Khan ) પર ચાકુથી હુમલો થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે 6 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી સૈફ અલી ખાન (Saif Ali Khan ) ને મુંબઈની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા અને પાપારાઝીઓની ભારે ભીડને જોઈને પોલીસે તેના ઘરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે.
સૈફના ઘરની આસપાસ બેરિકેડ લગાવી દીધા
કરીના કપૂર સૈફ અલી ખાન (Saif Ali Khan ) ને ડિસ્ચાર્જ માટે હોસ્પિટલ ગઈ હતી. તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી સૈફ અને કરીના કપુર ઘરે જવા રવાના થઈ હતા. હવે ડિસ્ચાર્જ થયા બાદ સૈફ (Saif Ali Khan ) તેના જૂના ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે.જ્યારે ઘરની બહાર મીડિયા અને પાપારાઝીઓની ભારે ભીડ છે.પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘરની આસપાસ બેરિકેડિંગ કરી દીધું છે. આ ઘટના બાદ સૈફ અલી ખાન (Saif Ali Khan ) ના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.આ ઉપરાંત ઘરની બહાર વધુ સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે.જ્યારે ઘરની આજુ બાજૂ વાયરીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
સૈફ અલી ખાનના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી
સૈફ અલી ખાન (Saif Ali Khan ) નું ઓપરેશન અને સારવાર કરનાર 4 ડોક્ટરોની ટીમે કહ્યું કે,સૈફ ચાલવા માટે સક્ષમ છે.હજુ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં 1 મહિનોનો સમય લાગશે. ડોક્ટરે જણાવ્યું કે તેની કોસ્મેટિક સર્જરી કરવામાં આવી છે. ડોક્ટરોએ સૈફને વજન ઉતારવા, જિમ અને શૂટિંગ કરવાની મનાઈ કરી છે,તથા સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.આ ઉપરાંત તેણે સમયાંતરે જનરલ સર્જરી ફિઝિશિયનને તેના ઘાને કેવી રીતે મટાડ્યો છે તે પણ બતાવવાનું રહેશે.