Saif Ali Khan Attack: લીલાવતી હોસ્પિટલે પુષ્ટી કરી હતી કે સૈફ અલી ખાનની સર્જરી હજુ પણ ચાલુ છે. આ હુમલામાં સૈફ અલી (Saif Ali Khan Attack) ને ઈજાઓ થઈ છે. તેની ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને દરેક પરિસ્થિતિ વિશે માહિતગાર રાખીશું.
અભિનેતા અને શખ્સ વચ્ચે ઝપાઝપી થઈ
મૂંબઈ પોલીસના DSPએ જણાવ્યું હતું કે, અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan Attack) ના ઘરમાં એક અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો. અભિનેતા અને શખ્સ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં સૈફની સારવાર ચાલી રહી છે. અભિનેતા ઈજાગ્રસ્ત થતા રાત્રે મૂંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર સૈફ (Saif Ali Khan Attack) અલીને ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે.
મુંબઈ પોલીસે 15 ટીમો બનાવી
ગઈકાલ રાત્રે 2:30 વાગ્યે સૈફ (Saif Ali Khan Attack) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તો અભિનેતાની સર્જરી પૂરી થઈ ગઈ છે. તેની છોકરી સારી અલી ખાન તેમને મળવા પહોંચ્ચી હતી. આ ઉપરાંત આરોપીને શોધવા માટે મુંબઈ પોલીસે લોકલ અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 15 ટીમો બનાવી છે. જેમાં પોલીસ દરેક પાસાને ધ્યાનમાં રાખી સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.