Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો કરવાના મામલામાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. શનિવારે દુર્ગમાં આરપીએફે એક આરોપીને ધરપકડમાં લીધો છે. આરોપીને દુર્ગમાં મેટ્રોમાંથી પકડવામાં આવ્યો છે, જે બાદ તેને જીઆરપી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. જ્યાં તેની સાથે પૂછપરછ થશે. છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો જે ફોટો મુંબઈ પોલીસ તરફથી આપવામાં આવ્યો હતો, અને રેલવે સ્ટેશનેથી પકડાયેલ શખ્સનો ચહેરો એક જ છે.
જીઆરપી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો
આ સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલાનો મુખ્ય આરોપી છે. શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ મુંબઈથી દુર્ગ લગભગ બપોરે 1.30 કલાકે પહોંચી હતી અને આરોપી જનરલ ડબ્બામાં બેઠો હતો. મુખ્ય આરોપીની ઓળખાણ કરવા માટે રાત્રે 8-9 વાગ્યે મુંબઈથી ટીમ દુર્ગ આવી જશે.સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગુરુવાર સવારે મુંબઈના બાંદ્રામાં 12માં માળે એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. એક્ટરની ડોક અને પીઠમાં કેટલીય જગ્યાએ ચાકૂથી ઘા કર્યા બાદ એક્ટરની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ઈમરજન્સીમાં સર્જરી કરવામાં આવી છે.
સૈફ અલી ખાનને બેડ રેસ્ટ કરવાની સલાહ
સૈફ અલી ખાન (Saif Ali Khan) ની તાજેતરમાં લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરાવામાં આવી હતી. જ્યાં તેને લોહીથી લથપથ હાલતમાં તેના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન દ્વારા લાવવામાં આવ્યો હતો.ડોક્ટરે કહ્યું કે અભિનેતા સારી રીતે ચાલી રહ્યો છે, તેને દુખાવો પણ નથી.જો કે અભિનેતાને એક અઠવાડિયા માટે બેડ રેસ્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેને હલનચલન ન કરવાની સલાહ આપવામાં આવી છે.