Sabarkantha ના ઈડરમાં બે હવસખોરોએ સગીરાને શિકાર બનાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને બહેલાવી ફુસલાવીને તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે અધૂરા માસે બાળકને જન્મ આપતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
Sabarkantha ના ઈડરમાં સગીરા પર દુષ્કર્મ તેમજ બાળકના જન્મને પગલે સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સગીરાએ બાળકને જન્મ આપતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાએ જન્મ આપેલા બાળકનું મોત નિપજ્યું હતું. જેને લઈને સગીરાના કુટુંબીજનોએ ઇડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના પગલે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. Sabarkantha Idar Police એ દર્શન સુતરીયા અને હરપાલસિંહ રાઠોડ આ બે ઈસમો સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. આ સગીરા પર દર્શન સુતરીયા તેમજ હરપાલસિંહ રાઠોડ દ્વારા વારંવાર દુષ્કર્મ કર્યું હતું. જે અંગની માહિતી ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે જાણવા મળ્યું છે.
આ પણ વાંચો – PT Jadeja: અમરનાથ મંદિરમાં થઈ બોલાચાલી
ઇડરના સાપાવાડા પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. આ બે નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરા ગર્ભવતી બની ત્યારે બંનેનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળક જન્મતાની સાથે જ મૃત્યું પામ્યું હતું. આ ઘટનામાં પોલીસે કુકર્મ કરનાર નરાધમોને ઝડપીને જેલના સળીયા ગણતા કરી દીધા હતા. સગીરાના કુટુંબીજનો પર આ ઘટનાના કારણે દુઃખનો પહાડ ટૂટી પડ્યો હોય તેવું માહોલ સર્જાયો છે. આવા નરાધમોને સખતમાં સખત સજા થાય અને સમાજમાં એક ન્યાયીક દાખલો બેસે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.